લ્યો બોલો…! હવે તો ગુગલ મેપ પણ બતાવી દયે છે હળવદમાં દેશી દારૂ ક્યાં મળે છે

- text


ગૂગલ મેપ ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું દર્શાવતું હોય પણ પોલીસ ક્યારે જાગશે ? સો મણનો સવાલ

હળવદ : હળવદ પંથકમાં ખુલ્લેઆમ દેશી દારૂના કારખાનાઓ ધમધમી રહ્યા હોવા છતાં પોલીસનું ભેદી મૌન સૌને અકળાવી રહ્યું છે. હવે તો ગુગલ મેપ પર પણ હળવદ નજીક દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું દર્શાવે છે. છતાં ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યાની દુહાય દેવામાં આવે છે. ગુગલ મેપમાં કહેવાતી દારૂબંધી ધજાગરા ઘયા છે. ત્યારે હવે પોલીસ ક્યારે જાગશે ?

- text

ગુગલ મેપ ઉપર હળવદ તાલુકાને સર્ચ કરીએ તો હળવદનું સુંદર ગઢ ગામ તેમજ બ્રાહ્મણી નદી અને મોરબી રોડ પણ બતાવે છે. તેની સાથે ગૂગલ મેપમાં હળવદની બ્રાહ્મણી નદી પાસે મોટાપાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનું દર્શાવે છે. બ્રાહ્મણી નદી પાસે લાંબા સમયથી આ દારૂના મીની કારખાના ચાલી રહ્યા છે. શુ બાવતથી પોલીસ અજાણ હશે ? એ વાત ગળે ઉતરે એમ નથી. દેશી દારૂની આવી બદી પાછળ ઘણીવાર પોલીસની હપ્તાખોરી જવાબદાર હોવાની ચર્ચા ઉઠે છે. પોલીસની મીઠી નજર વગર આવા ગોરખધંધા થઈ જ ન શકે. દારૂબંધી તો માત્ર નામની જ છે. બાકી છડેચોક દારૂ વેચાય અને પીવાઈ છે. વાત રહી પોલીસની તો પોલીસ કેસ દેખાડવા માટે દારૂ ઉપર કાર્યવાહી કરે છે. જો પોલીસ કડક બનીને કાર્યવાહી કરે તો ગૂગલ મેપ ઉપર દેશી દારૂના પીઠા ન દેખાય. જાગૃત નાગરિકો કહી રહ્યા છે કે, આમ તો દારૂબંધી જેવું કશું જ નથી. દારૂ માંગો એટલો મળે છે અને હવે તો ગૂગલ મેપે પણ આ ગોરખધંધાની પોલ ઉઘાડી કરી છે. ત્યારે હવે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ ?

- text