મોરબીમાં જાનવરના મૃતદેહ હટાવવામાં પણ પાલિકાને આળસ નડે છે!

- text


રવાપર મેઇન રોડ ઉપર સ્થાનિકો ત્રાહિમામ, અનેક રજુઆત કરી પણ પાલિકા તંત્ર ધગ્યું નહિ

મોરબી : મોરબીમાં રોડ વચ્ચારે જાનવરના મૃતદેહ સબડી રહ્યા છે પણ પાલિકા તંત્ર પોતાની આળસમાં જ મગ્ન હોય, મૃતદેહ હટાવવામાં પણ ધગતી ન હોવાની ફરિયાદ ઉઠી છે.

મોરબીના રવાપર મેઈન રોડ ઉપર ડાયમંડ બ્યુટી પાર્લર સામે ભીમાણી ગેસ સામે એક જાનવરનો મૃતદેહ પડ્યો છે. જે સબડી ગયો હોય અતિશય દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે સ્થાનિકોએ 4 વખત નગરપાલિકા ખાતે રૂબરૂ ધક્કા ખાઈને મૃતદેહ હટાવવા રજુઆત કરી છે. પણ કર ઉઘરાવતી નગરપાલિકામાં જાણે આ કામ આવતું જ ન હોય તેમ મચક પણ આપતી નથી.

- text

- text