હળવદના પડતર પ્રશ્નો બાબતે ભાજપ નેતાની કલેકટરને રજૂઆત 

- text


હળવદ : હળવદ શહેરના વિવિધ પડતર પ્રશ્નો તેમજ વિકાસ બાબતે ભાજપ યુવા મોરચાના વિશેષ આમંત્રિત સભ્ય નયન દેત્રોજાએ (પટેલ) જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

નયન દેત્રોજાએ (પટેલ) કલેક્ટરને જણાવ્યું છે કે, હળવદ શહેરમાં સાફ સફાઈ યોગ્ય રીતે થતી નથી. મુખ્ય માર્ગ તેમજ વૈજનાથ ચોકડીથી ત્રણ રસ્તા તરફના રસ્તા, સામતસર તળાવ આસપાસ સાફ સફાઈ કરવી જરૂરી છે. દુર્ગંધથી આરોગ્ય જોખમાય અને રોગચાળો ફેલાય તેવો ભય ઊભો થયો છે. વૈજનાથ ચોકડીથી ત્રણ રસ્તા સુધીની બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત રાણેકપર રોડ થી શરણેશ્વર મંદિર સુધીની સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ છે તો તે પણ ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા થતા આરસીસી રોડ જે પણ જગ્યાએ બાકી હોય ત્યાં આરસીસી રોડ કરવામાં આવે. એક વખત બનેલા રોડ પર બીજી વખત ન બનાવે, નવા થતા રસ્તાની મજબૂતાઈ અને ગુણવત્તા પણ ચકાસવા રજૂઆત કરવામાં આવી છે. જ્યારે નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પીવાના પાણીમાં દવાની ગોળીઓ નાખીને વિતરણ કરવામાં આવે તેમ જાણવાયું છે. હળવદ શહેરની અંદર નવા શૌચાલય બનાવવામાં આવે એમ પણ નયન દેત્રોજાએ રજુઆત કરી છે.

- text

- text