લકઝરી બસ અને આઇસર વચ્ચે રીક્ષા સેન્ડવીચ બની, રીક્ષા ચાલક ઇજાગ્રસ્ત

- text


લાલપર ગામના બસસ્ટેન્ડ નજીક બનેલી ઘટના

મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામના બસસ્ટેન્ડ નજીક લકઝરી બસ અને આઇસર વચ્ચે ઓટો રીક્ષા સેન્ડવીચ બની જતા રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર – મોરબી હાઇવે ઉપર લાલપર ગામના બસસ્ટેન્ડ નજીક લકઝરી બસ પાછળ જઈ રહેલ ઓટો રીક્ષા નંબર જીજે – 36 – u – 8479ને પાછળથી અજાણ્યા આઇસર ચાલકે ઠોકર મારતા રીક્ષા લકઝરી બસ અને આઇસર વચ્ચે દબાઈ જતા રીક્ષા ચાલક મેરુભાઈ કરશનભાઇ મકવાણાને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા અકસ્માત ના આ બનાવ અંગે આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

- text