મોરબીના ત્રાજપરમા જુગારના બે દરોડામાં પાંચ શકુની ઝડપાયા

- text


મોરબી : મોરબીના ત્રાજપર ગામ વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે જુગાર અંગેના બે અલગ અલગ દરોડામાં પાંચ શકુનીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે ત્રાજપર ગામ પાછળ સોસાયટીમાં જતા રસ્તા ઉપર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી નવઘણભાઈ અવચરભાઈ રાઠોડ અને શનિ મનુભાઈ કગથરાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 720 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ગામ નજીક આવેલ એસ્સાર પંપ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા અશોકભાઈ મગનભાઈ સનુરા, નટુભાઈ વેરસીભાઈ સનુરા અને દિપક રમેશભાઈ સનુરાને તીન પતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 930 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text