મોરબીમા સગાઈ તૂટી ગયા બાદ યુવકે એજ યુવતી સાથે ભાગીને લગ્ન કરી લેતા ડખ્ખો

- text


યુવતીના પરિવારજનોએ ભાગીને લગ્ન કરનાર યુવકના માતા બહેનને માર માર્યો

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારના દીકરા અને દીકરીના રવાપર ગામ ખાતે રહેતા પરિવારના દીકરી – દીકરા સાથે સામસામા સગપણ થયા બાદ સગાઈ તોડી નાખવામાં આવી હતી. આમ છતાં લીલાપર રોડ ઉપર રહેતા યુવાને એજ યુવતી સાથે ભાગીને લગ્ન કરી લેતા યુવતીના પરિવારજનોએ યુવકના માતા અને બહેનને રસ્તામાં આંતરી માર મારતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા દેવીબેન ગાંડુભાઇ રબારીના દીકરા અને દીકરીની સામ સામી સગાઈ રવાપર ગામે રહેતા પ્રવિણભાઈ કરશનભાઇ કરોતરાના દીકરા – દીકરી સાથે થયા હતા. જો કે છ મહિના પૂર્વે પ્રવીણભાઈના પરિવારે આ સગાઈ તોડી નાખી હતી આમ છતાં પ્રવિનભાઈની પુત્રી દિવ્યાએ દેવીબેનના પુત્ર દર્શન સાથે ભાગીને લગ્ન કરી લેતા લગ્ન સર્ટિફિકેટ લઇ દર્શનના માતા દેવીબેન અને બહેન બંસી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવા જતા હતા તે સમયે યુવતીના પરિવારજનોએ માતા પુત્રી ઉપર હુમલો કર્યો હતો.

- text

વધુમા ફરિયાદી દેવીબેને આ બનાવમાં આરોપી શૈલેષભાઇ રબારી, સુનિલ પ્રવીણભાઈ કરોતરા અને વિશાલભાઈ ઉપેનભાઈ રબારી વિરુદ્ધ લીલાપર રોડ ઉપર નર્સરી નજીક રસ્તામાં આંતરી ઢીકા પાટુની માર મારી ઇજા પહોંચાડવા અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text