હળવદની મેરૂપર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાય

- text


હળવદ : તાલુકાના મેરૂપર ગામની પે સેન્ટર શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવની પ્રેરક ઉપસ્થિતિમાં બાલવાટિકાના 21 વિદ્યાર્થીઓ અને ધોરણ 1 ના 2 વિદ્યાર્થીઓ મળી કુલ 23 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ગત વર્ષ 2022-23ના ધોરણ 1 થી 8માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામા આવ્ય હતા. NMME પરીક્ષામાં મેરિટમાં સ્થાન પામનાર 6 વિદ્યાર્થીઓ અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદ થયેલા વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.. પ્રવેશ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપનાર અને શિલ્ડના દાતા નટુભાઈ છનારિયા તથા શાળા વિકાસમાં સહયોગ આપનાર દાતાઓનું તાલુકા વિકાસ અધિકારીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે, શાળામાં શ્રેષ્ઠ વર્તુણૂક ધરાવનાર હરદેવ અને સ્નેહાને “Friend of all ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ગત વર્ષે સૌથી વધુ હાજરી ધરાવનાર વિદ્યાર્થિની સંજના ખેર અને તેના વાલી ગજેન્દ્રસિંહનું વિશેષ સન્માન કરવામા આવ્યું હતું.. તાલુક‍ વિકાસ અધિકારી દ્વારા નવ નિયુક્ત એસ.એમ.સી સભ્યોને બુક આપી શાળા વિકાસમાં અગ્રેસર રહેવા અનુરોધ કરી આવકારવામાં આવ્યા હતા અને એસ.એમ.સી સાથે બેઠક યોજી શૈક્ષણિક પરામર્શ કરવામાં આવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારીએ શાળાની શૈક્ષણિક અને સહ અભ્યાસિક કામગીરીને બિરદાવી પ્રેરણાત્મક વકતવ્ય આપ્યું હતું.

શાળાની વિદ્યાર્થિની હિના સારલા દ્વારા વૃક્ષ બચાવો વિષય પર પ્રેરક વકતવ્ય આપવામાં આવ્યું હતું અને શાળા કેમ્પસમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા વૃછારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચ રાજુભાઈ ખેર, ઉપ સરપંચ વિરમભાઈ ખેર, સી.આર.સી પ્રવિણસિંહ ચૌહાણ, એસ.એમ.સી સભ્યો અને ગામના આગેવાનો તથા વાલીઓએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દર્શ વરમોરા અને તૃપ્તિ ખેર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text