મોરબી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિદ્યાર્થીઓને ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરાયું

- text


મોરબી : લોહાણા વિદ્યોતેજક ફંડ- મોરબી દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજના ધો-5 થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી, મોરબી ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓને કુલ 6 હજાર ફુલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

પ્રવર્તમાન વર્ષે લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમમાં વાલજીભાઈ વશરામભાઈ ચગ (પૂર્વ પ્રમુખ, લોહાણા મહાજન મોરબી) પરિવાર, નગીનભાઈ ભોજાણી પરિવાર (ગીતા ઓઈલ ઈન્ડ.), જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી પરિવાર, સ્વ. કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન) પરિવાર, RSC મસાલા (નિતીનભાઈ તથા દીપકભાઈ પોપટ) પરિવાર, રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવાર, નિલેશભાઈ પ્રભુદાસભાઈ ખખ્ખર પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, સ્વ. જ્યોત્સનાબેન મનહરલાલ ચગ પરિવાર, મહિમા ગીફ્ટ તથા તારામ ગીફ્ટ પરિવાર, સ્વ. મધુરિકાબેન કીર્તિભાઈ પાવાગઢી પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો.

ફુલસ્કેપ નોટબુક કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા વિદ્યોતેજક ફંડના નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, મુકુંદભાઈ મીરાણી, જગદીશભાઈ કોટક, કીર્તિભાઈ પાવાગઢી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, નિમિષભાઈ કોટક, જગદીશભાઈ રાચ્છ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text