મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરૂ 

- text


એક્સપોર્ટનો બિઝનેસ કરતા ધંધાર્થીઓ કોમર્શિયલ પાર્સલ સેમ્પલ પોસ્ટલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવી મોકલી શકશે 

મોરબી : આજથી મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરૂ કરવામાં આવી છે જેમાં એક્સપોર્ટનો બિઝનેસ કરતા ધંધાર્થીઓ તેમના કોમર્શિયલ પાર્સલ સેમ્પલ પોસ્ટલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેઓ પોતે જ બુકિંગ કરી શકે છે.

મોરબી પોસ્ટ ઓફિસની આ પાર્સલ સર્વિસ વિશ્વના 213 દેશો સાથે જોડાયેલ છે અને ભારત સરકાર દ્વારા મોરબી પોસ્ટ ઓફિસ ને ડાક નિર્યાત કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવેલ છે. ફોરેન પાર્સલ સેવા શરૂ કરવા પ્રસંગે રાજકોટ પોસ્ટના ગૌરવ રંજન, ભાવેશભાઈ રાવલ SDI (P)મોરબી સબ ડિવિઝન, એન.પી. રાજદેવ, હાર્દિકભાઈ ત્રિવેદી, મોરબી મુખ્ય ડાક ઘરના પોસ્ટ માસ્તર પરાગ વસંત, પીઆરઆઈપી જી.આર.રાવલ તથા મોરબીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ દિવ્યેશ જી ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ ફોરેન પાર્સલ મોકલનાર ધંધાર્થીઓ સાથે મીટીંગ યોજવામાં આવેલ તેમજ આજે ડાક નિર્યાત કેન્દ્રનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ છે. જેથી મોરબી વિસ્તારમાં ઔધોગિક એકમોને ઈ કોમર્સ કોમર્શિયલ ડોક્યુમેન્ટ સેમ્પલ વગેરે મોકલવા માટે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસના દિવ્યેશભાઈ ભટ્ટ અને પરાગ વસંત પોસ્ટ માસ્તર મોરબીનો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text

- text