મશીન કેમ બંધ થઈ જાય છે, કહી સિરામિક કારખાનેદારે ઓપરેટરને લાફાવાળી કરી

- text


વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સુજોરા સિરામિકમા બેનલી ઘટના, એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સુજોરા સીરામીક ફેકટરીમાં બેન્ડ ટાઇલ્સને કારણે વારંવાર ડિજિટલ મશીન બંધ થઈ જતું હોવાથી ફેકટરી માલિકે ડિજિટલ ઓપરેટરને ઓફિસમાં બોલાવી મશીન કેમ બંધ થઈ જાય છે કહી લાફા વાળી કરી જાતિ પ્રત્યે હડધૂત કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સુજોરા સીરામીક ફેકટરીમાં કામ કરતા ડિજિટલ ઓપરેટર સંજયભાઈ નારણભાઇ ચાવડાને સિરામિક ફેકટરી માલિક કીર્તિભાઈએ ઓફિસમાં બોલાવી મશીન કેમ વારંવાર બંધ પડી જાય છે કહી લાફા મારી દઈ જાતિ પ્રત્યે અપમાનિત કરતા સંજયભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફેકટરી માલિક વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text