મોરબીના વિશિપરામા ત્રણ મહિલા સહિત સાત જુગારી પકડાયા

- text


સીટી બી ડિવિઝન પોલીસે બે અલગ અલગ દરોડા પાડ્યા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં બે અલગ અલગ દરોડા પાડી જુગાર રમતી ત્રણ મહિલા સહિત સાત જુગારીઓને પકડી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા ચાર ગોદામ પાછળથી જાહેરમાં જુગાર રમતા મહેશ ઉર્ફે કલું હેમુભાઈ ગણેશિયા, કાનાભાઈ રામજીભાઈ મણદરીયા અને છગનભાઇ મોતીભાઈ પરેશાને રોકડા રૂપિયા 710 સાથે પકડી પાડી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં વિશિપરા મેઈન રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા અબ્દુલભાઇ રહીમભાઈ ભટ્ટી, રેખાબેન દેવસીભાઈ સુરેલા, મદીના ઉર્ફે સલમા ફકીરમામદ શાહમદાર અને રસીદ સીરાજ ઉર્ફે રફીકભાઈ શાહમદારને રોકડા રૂપિયા 1500 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text