મોરબીમાં જૂનાગઢના શખ્સો દેશી દારૂ ઠાલવે તે પૂર્વે જ એલસીબીએ કાર ઝડપી : એક પકડાયો, ત્રણ ફરાર

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે જુના રફાળેશ્વર રોડ ઉપરથી દેશી દારૂ ભરેલી એક કાર સાથે જૂનાગઢના એક શખ્સને ઝડપી લઈ 1.39લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન કારનું પાયલોટિંગ કરી રહેલ એક એક્સેસ મોટર સાયકલ ચાલક તેમજ નામચીન મહિલા બુટલેગર નાસી જતા પોલીસે ચાર ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે જુના રફાળેશ્વર રોડ ઉપર ભળીયાદ ફાટક નજીકથી જીજે – 13 – T – 7745 નંબરની શંકાસ્પદ ઇન્ડિકા વિસ્ટા કાર સાથે આરોપી રફીક મહમદભાઈ ઓઠા રહે.જોશીપરા જૂનાગઢ વાળાને રૂપિયા 14000ની કિંમતના 700 લીટર દેશી દારૂ તેમજ એક લાખની કિંમતની ઇન્ડિકા વિસ્ટા કાર સાથે ઝડપી લીધો હતો.

- text

જો કે દરોડા દરમિયાન જૂનાગઢનો કારો રબારી, સો – ઓરડી મોરબીની નામચીન મહિલા બુટલેગર સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા અને અને કારનું પાયલોટિંગ કરી રહેલ એક્સેસ મોટર સાયકલ નંબર જીજે – 36 – AB – 0757 વાળો નાસી જતા કુલ ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

- text