ટંકારા નજીક મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના યુવાનને ઝડપી લેતી ટીમ એસઓજી

- text


10.20 ગ્રામ ડ્રગ્સ સાથે મૂળ અમદાવાદનો શખ્સ ઝડપાઇ જતા રાજકોટના અન્ય શખ્સનું નામ ખુલ્યું

મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે એક મહત્વની સફળતા રૂપે અને ભદ્ર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સામાં ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી મેફેડ્રોન ડ્રગ્સ પાવડરના જથ્થા સાથે મૂળ અમદાવાદ અને હાલ મોરબી રહેતા એક શખ્સને ઝડપી લેવામાં સફળતા મળી છે, આ ચકચારી બનાવમાં રાજકોટના શખ્સનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ એનડીપીએસ એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મોરબી એસઓજી ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહને બાતમી મળેલ કે, મૂળ અમદાવાદનો અને હાલ મોરબીની ત્રાજપર ચોકડી નજીક લક્ષ્મીનારાણય એપાર્ટમેન્ટમા રહેતો જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ સીએનજી ઓટો રીક્ષા નંબર GJ-1-TB-3442 વાળીમાં બેસી રાજકોટ તરફથી મોરબી તરફ આવી રહ્યો છે. જે બાતમીને આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ટંકારા નજીક વોચ ગોઠવી આરોપી જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિને ટંકારા નગરનાકા નજીકથી 10.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો.

- text

વધુમાં નશીલા દ્રવ્યના આ ગુન્હામાં આરોપી જીતેન્દ્રએ રાજકોટના રવિન્દ્ર ઉર્ફે આશીષભાઇ જીતેન્દ્રભાઇ રાવલની સંડોવણી કબુલતા એસઓજી ટીમે નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન 10.20 ગ્રામ કિમત રૂપિયા 1,02,000, મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂપિયા 10 હજાર તેમજ રોકડા રૂપિયા 1810 મળી કુલ રૂપિયા 1,13,810નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં એનડીપીએસ એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરીયા, એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા, રસીકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સટેબલ જુવાનસિંહ રાણા, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, સતિષભાઇ ગરચર, પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ સહિતના સ્ટાફે કરી હતી.

- text