મોરબીના 56 ગામોમાં હજુ પણ અંધારપટ્ટ : ઉદ્યોગો પણ વીજ પુરવઠાના ઈન્તઝારમાં 

- text


560 થાંભલા અને 21 ટીસી પડી જતા મોરબી જિલ્લામાં જયોતીગ્રામના 29, ખેતીવાડીના 176, શહેરી વિસ્તારના 3 અને ઉદ્યોગના 58 ફીડર બંધ

મોરબી : વાવાઝોડા બિપરજોયના કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને ભારે નુકશાન પહોંચ્યું છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં 28954 થાંભલા વાવાઝોડામાં ધ્વસ્ત થઇ જવાની સાથે 4712 ટ્રાન્સ્ફોર્મરને નુકશાન પહોંચતા આજે પણ સૌરાષ્ટ્રના 1630 ગામડાઓમાં વીજળી ગુલ થઈ જવા પામી છે, મોરબી જિલ્લામાં પણ હાલમાં 56 ગામડાઓમાં અંધારપટ્ટ યથાવત રહ્યો છે સાથે જ મોરબી જિલ્લામાં 58 ઔદ્યોગિક ફીડર બંધ હોવાથી સૌથી વધુ મુશ્કેલી સીરામીક ઉદ્યોગને સહન કરવાનો વારો આવ્યો છે.

- text

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સત્તાવાર રિપોર્ટ મુજબ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત 10 જિલ્લામાં 28954 થાંભલા અને 4712 ટ્રાન્સ્ફોર્મરને નુકશાન પહોંચ્યું છે. મોરબી જિલ્લાની સ્થિતિ જોવામાં આવે તો જિલ્લામાં 560 થાંભલા અને 21 ટીસી પડી જતા મોરબી જિલ્લામાં જયોતીગ્રામના 29, ખેતીવાડીના 176, શહેરી વિસ્તારના 3 અને ઉદ્યોગના 58 ફીડર હાલમાં બંધ છે સાથે જ જિલ્લાના 56 ગામડાઓમાં અંધારપટ્ટની સ્થિતિ જોવા મળી રહી છે.

- text