મોરબી યાર્ડમાં શાકભાજી વિભાગના રસ્તે જીવલેણ ખાડો 

- text


શાકભાજી વિભાગમાં જવાના રસ્તે મસ મોટા ખાડા પડી જતા વાહનો પલ્ટી મારી જવાની ભીતિ 

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજી વિભાગમાં આવવા જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોઈ વરસાદમાં આ ખાડા પણ ન દેખાતા રસ્તો જીવલેણ બની રહ્યો હોવાંથી આ રસ્તો તાત્કાલિક રિપેર કરાવવા માંગ ઉઠાવી છે.

મોરબી માર્કેટિંગ યાર્ડના વેપારીઓના જણાવ્યા મુજબ શાકભાજી વિભાગમાં આવવા જવાના રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે. જ્યાં પાણી ભરાતા ગંદકી સાથે આ રસ્તા ઉપર પાણી ભરાયેલ હોય મસ મોટા ખાડાઓ દેખાઈ તેમ ન હોવાથી વાહનો પલટી જવાની અને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોરબીના પદાધિકારીઓ, કર્મચારીઓને ઘણી વખત રજૂઆતો કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરાવવામાં આવે તેવી અગ્રણી વેપારી મયુર કારીયા અને શાકભાજી વિભાગના વેપારીઓ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

- text

- text