ચીનના પાડોશી દેશ વિયેતનામમાં ડંકો વગાડતો મોરબીનો સિરામીક ઉદ્યોગ 

- text


વિયેતનામના હોચી મીન ખાતે યોજાયેલ વિયેતબિલ્ડ એક્ઝિબિશનમાં મોરબીની સિરામીક પ્રોડક્ટ છવાઈ ગઈ 

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગે સમગ્ર વિશ્વમાં ચીનને જોરદાર ટક્કર આપી આગેકૂચ જારી રાખી છે ત્યારે હવે છેક ચીનના પાડોશી દેશ વિયેતનામમાં પણ મોરબીની સિરામીક પ્રોડક્ટ છવાઈ ગઈ છે, વિયેતનામના હોચી મીન ખાતે યોજાયેલ વિયેતબિલ્ડ એક્ઝિબિશનમાં મોરબીની ટાઇલ્સ સહિતની પ્રોડ્કટને વિયેતનામના બિલ્ડરો અને સ્થાનિક ઉપભોક્તાઓએ જોરદાર પ્રતિસાદ આપતા એક્ઝિબિશનમાં ભાગ લેવા ગયેલ મોરબીના ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

દેશમાં સ્થાનિક માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે પણ મોરબીના સિરામીક ઉદ્યોગે નિકાસમાં વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને વિશ્વના મોટાભાગના દેશોમાં યોજાતા સિરામીક એક્ઝિબિશનમાં મોરબીના ઉત્પાદનો છવાઈ રહ્યા છે. હાલમાં ચીનના પાડોશી દેશ વિયેતનામના હોચી મીન ખાતે વિયેતબિલ્ડ એક્ઝિબિશન યોજાયું છે જેમાં મોરબીની અગ્રણી 20 જેટલી કંપનીઓએ પાર્ટીસીપેટ કરી પોતાની અવનવી પ્રોડક્ટ રજૂ કરતા વિયેતનામના સ્થાનિક ગ્રાહકો અને બીલ્ડરોમાં ટાઇલ્સ સહિતની પ્રોડક્ટનો રીતસરનો ડંકો વાગી ગયો હોવાનું મોરબીના ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

વિયેતનામ ખાતે વિયેતબિલ્ડ એક્ઝિબિશનમાં હાજર મોરબીના અગ્રણી નિકાસકાર ઉદ્યોગપતિ અને મોરબી સિરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાછલા એક દશકમાં આર્થિક વિકાસ સાધી સમગ્ર વિશ્વમાં નામના કાઢનાર વિયેતનામ દેશમાં મોરબીની સિરામીક પ્રોડક્ટ વેચાણ માટે વિશાળ તકો રહેલી છે અને આ એક્ઝિબિશનમાં મોરબીની વિવિધ વૈશ્વિક કક્ષાની પ્રોડક્ટે રીતસરનો ડંકો વગાડ્યો હોવાનું જણાવી એક્ઝિબિશન થકી મોરબીને વિયેતનામમાં વ્યાપાર મળવાની તકો ખુલી હોવાનું તેમને ઉમેર્યું હતું.

- text

- text