પઇડી કે પડશે ! વાવાઝોડામાં હલબલી ગયેલી હાઈમાસ્ટ લાઈટ હવે તો ઉતારો 

- text


જિલ્લા સેવા સદન સામે સો-ઓરડી મેઈન રોડના ચોકમાં લગાવેલી હાઈમાસ્ટ લાઈટ જોખમી બની 

મોરબી : મોરબીમાં ગઈકાલે વાવઝોડાને કારણે ઠેરઠેર ખાનાખરાબી થઈ હતી. ત્યારે મોરબીના સામાંકાંઠે જિલ્લા સેવા સદનની સામે આવેલ સો-ઓરડી મેઈન રોડના ચોકમાં લગાવેલી હાઈમાસ્ટ લાઈટો વાવઝોડામાં હલબલી ગઈ હોય સતત હવામાં ઝૂલતી હોય ગમે ત્યારે પડું-પડુંની હાલતમાં હોવાથી આ વિસ્તારના લોકો ઉપર મોટું જોખમ તોળાઈ છે.

- text

મોરબીના સામાકાંઠે સોઓરડી મેઈન રોડના ચોક ઉપર જિલ્લા પંચાયત તેમજ જિલ્લા સેવાસદન સામે આવેલી ઉંચી હાઈમાસ્ટ લાઈટને વાવઝોડામાં નુકશાન થયું છે. મોટા વિલપોલ ઉપર રહેલી ચારેય બાજુની હાઈમાસ્ટ લાઈટો સાથેનો માચડો વાવઝોડાને કારણે એકદમ ઢીલો પડી જતા પવનને કારણે થોડી નીચે નમી આવ્યો છે અને પવનને કારણે સતત આ હાઈમાસ્ટ લાઈટો હવામાં ઝૂલી રહી છે. તેથી ઝૂલતો મોતનો માચડો બની ગયો છે. આ સતત હવામાં ઝૂલતો મોતનો માચડો ગમે ત્યારે ગમે તેની માથે પડે એમ છે. આ રોડ મેઈન રોડ હોય ઘણો જ ટ્રાફિક રહે છે. ઉપરાંત રીક્ષા ચાલકો પણ અહીં પેસેન્જરો માટે ઉભા રહે છે. તેમજ અહીં દુકાનો અને જિલ્લા પંચાયત તેમજ જિલ્લા સેવાસદન હોવાથી લોકોની ભારે અવરજવર રહે છે. આવી સ્થિતિમાં આ ઝૂલતો મોતનો માચડો કોઈ જાનહાની સર્જે તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text