વાવડી રોડ ઉપર વૃક્ષ પડતા વિજપોલ નમી ગયો

- text


મોરબી : મોરબીમાં ભારે પવનની આંધી અને વરસાદને પગલે ઠેરઠેર વૃક્ષોનો સોથ વળી ગયો છે. જેમાં મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરની બાજુમાં વાવઝોડાની અસર હેઠળ ભારે પવનથી મસમોટું વૃક્ષ જમીન દોસ્ત થઈ ગયું હતું. આ મસમોટું વૃક્ષ બાજુના વીજ વાયર ઉપર પડતા વિજપોલ ખેંચવાથી વિજપોલ નમી ગયો છે. જો કે, ભારે પવનથી ગઈકાલ રાત્રેથી અનેક જગ્યાએ વૃક્ષો અને વિજપોલ પડી ગયા છે. જેના કારણે ઠેક ઠેકાણે વીજ પુરવઠો ખોરવાય ગયો છે. આથી પીજીવીસીએલ તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે.

- text

- text