વાવાઝોડું નબળું પડ્યું, સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે

- text


મોરબી : કચ્છના જખૌ બંદર નજીક લેન્ડફોલ કરનાર વાવઝોડુ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે અને સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા હવામાન વિભાગે કરી છે.

- text

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે 8.30 વાગ્યાની સ્થિતિએ વાવાઝોડાની તિવ્રતામાં ઘટાડો આવ્યો છે. વાવાઝોડું નબળું પડીને આગળ વધી રહ્યું છે. હાલ તે ભુજથી 30 કિ.મી. દૂર છે અને આજ સાંજ સુધીમાં વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છની આસપાસ વધુ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.નોંધનીય છે કે, બિપરજોયનું કેન્દ્ર બિન્દુ મોડી રાત્રે જખૌમાં દાખલ થયું હતું. કેન્દ્ર બિન્દુ જખૌમાં દાખલ થતાં જ ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું છે.

- text