મોરબીમાં વહેલી સવારે 4 વાગ્યાથી દે ધનાધન વરસાદ, પવનના સુસવાટા

- text


વાવાઝોડા બિપરજોયની અસરને પગલે આખી રાત પવનના સુસવાટા વચ્ચે ઝરફર ચાલુ રહ્યા બાદ સવારથી તોફાની વરસાદ

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં વાવાઝોડા બિપરજોયની અસરને પગલે આખી રાત પવનના સુસવાટા વચ્ચે ઝરફર ચાલુ રહ્યા બાદ આજે વહેલી સવારના ચાર વાગ્યા બાદ મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે જે અવિરત ચાલુ રહી છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં ટંકારામાં 28 મીમી, માળીયામાં 11 મીમી, મોરબીમાં 22 મીમી વરસાદ નોંધાયો હતો. જો કે,આજે સવારે છ વાગ્યા સુધીના વરસાદના આંકડામાં વાંકાનેર અને હળવદમાં શૂન્ય વરસાદ નોંધાયો હતો.

- text

- text