વાવાઝોડાની આંખ પાકિસ્તાનમાં પ્રવેશસે : 24 પશુઓના મોત, હાલ સુધી કોઈ માનવમૃત્યુ ધ્યાને નહિ

- text


 

કચ્છમાં 108ની ઝડપે પવન સાથે ભારે વરસાદ, કાલથી નુક્સાનીની સર્વે થશે શરૂ : રાહત કમિશનર

મોરબી : બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું રાહત કમિશનર જણાવી રહ્યા છે.

- text

ગાંધીનગરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું કે, દ્વારકામાં વધુમાં વધુ 60 કિમી ઝડપે પવન ફુંકાયો હતો. કચ્છમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. સમગ્ર રાજ્યમાં 940 ગામડાઓમાં વીજપોલ ધરાશાયી થયા છે. રાહત આપનાર વાત એ છે કે માનવ મોતની કોઇ ઘટના ધ્યાને આવી નથી. જો કે 22 લોકોને ઈજા થઈ છે. 24 પશુઓના મોત થયા છે. આ વચ્ચે આવતીકાલે પાટણ – બનાસકાંઠામાં અતિભારે વરસાદ થશે. આવતીકાલથી નુકસાની સર્વેની કામગીરી શરુ કરાશે.

 

- text