વાવાઝોડાને પગલે રાજ્યના169 તાલુકાઓમાં વરસાદ

- text


કચ્છના ભૂજમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ

મોરબી : વાવાઝોડું બીપરજોય જખૌના દરિયા કાંઠે ટકરાવાની સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક ભાગોમાં વરસાદ વરસવો શરૂ થયો છે અને

ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

આજે સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં કચ્છ જિલ્લાના ભૂજમાં સૌથી વધુ સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જામનગરના જામજોધપુર અને બનાસકાંઠાના વાવમાં પણ 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગરમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

- text

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બિપોરજોય વાવાઝોડું મોડી રાત સુધીમાં સંપૂર્ણ લેન્ડફોલ થશે. આ વાવાઝોડાની આંખનો વ્યાપ 50 કિમીનો છે અને તે પ્રતિ કલાક 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના કારણે આજે મોડી રાત કચ્છ અને સૌરાષ્ટ્ર માટે અતિભારે છે. જ્યારે આ વાવાઝોડું ક્રોસ થશે, ત્યારે પવનની ગતિ ખૂબ જ વધી જશે. આ વાવાઝોડું બેથી અઢી કલાકમાં તેની પૂર્ણ ગતિએ પહોંચશે અને આ સમયે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શકયતા જોવાઈ રહી છે.

- text