ભારે પવનથી જૂના બસસ્ટેન્ડ પાસેની દોશી બિલ્ડિંગ ઉપરનો મોબાઈલ ટાવર પડ્યો

- text


મોરબી : મોરબીમાં વાવઝોડાના પગલે ભારે પવન ફૂંકાયો હતો. અંધાધૂંધ પવનને લીધે મોરબીના જૂના બસ સ્ટેન્ડ પાસે દોશી એપાર્ટમેન્ટ ઉપરનો મોબાઈલ ટાવર પડી ગયો હતો. જોકે આ ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી. મોરબી જિલ્લામાં આજ સવારથી ભારે પવન ફુંકાઈ રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ વીજપોલ, વૃક્ષો ધરાશાઈ થયાના સમાચાર મળી રહ્યા છે. આ ઉપરાંત સતત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.

- text

- text