મોરબીના સોઓરડી વિસ્તારમાં વૃક્ષ પડતાં વીજ પોલ તૂટ્યો

- text


મોરબી : મોરબી જિલ્લામાં અનેક જગ્યાએ વાવાઝોડાના કારણે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને વીજ પોલને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલા સોઓરડી વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે. આ વૃક્ષ વીજ પોલ પર પડતાં વીજ પોલ તૂટી ગયો છે. વીજ પોલ તૂટી જતાં રસ્તો પણ બંધ થઈ ગયો છે.

- text

- text