મોરબી જિલ્લામાં મીઠાના અગર પાણીમાં ગરક 

- text


તૈયાર મીઠું વરસાદમાં તબાહ, ઝુમાવાડી વિસ્તાર પાણી-પાણી, અનેક વીજપોલ ધરાશયી 

મોરબી : દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કરતા મોરબીના માળીયા પંથકને વાવાઝોડા બિપરજોયે વ્યાપક નુકશાની પહોંચાડી છે, મોરબી જિલ્લામાં આવેલા અંદાજે 500 જેટલા અગરમાં પડેલ તૈયાર મીઠું હાલ વરસાદમાં તબાહ થયું છે અને વરસાદ રહ્યા બાદ સાચી સ્થિતિ બહાર આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર દેશમાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન કરતા મોરબી જિલ્લાના માળીયા પંથકના મીઠાના અગરને વાવાઝોડા બિપરજોયે વ્યાપક નુકશાન પહોચાડ્યું છે. મોરબી જિલ્લામાં નમક ઉદ્યોગના અગ્રણી દિલુભા જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં નાના મોટા 500થી વધુ મીઠાના આગ્ર આવેલા છે. વાવાઝોડા પૂર્વે જ તમામ અગરમાં મીઠાનો વિશાળ તૈયર જથ્થો લોડિંગ થઇ રહ્યો હતો પરંતુ વાવાઝોડાની દહેશતે લોડિંગ બંધ થતા તૈયર મીઠું અગરમાં જ રહ્યું હતું.

બીજી તરફ ગઈકાલે રાત્રે વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થતા મીઠાના અગરમાં રહેલ તૈયાર મીઠાનો જથ્થો વરસાદમાં તબાહ થયો હોવાનું તેઓએ જણાવ્યું હતું. જો કે, નમક ઉદ્યોગને કેટલું નુકશાન પહોંચ્યું છે તેની વિગતો તો વાતાવરણ સ્થિર થયા બાદ અને વરસાદ થંભી ગયા બાદ જ ખબર પડે તેમ હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ માળીયા પંથકમાં ભારે વરસાદને પગલે ઝુમાવાડી સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પાણીમાં ગર થયા હોવાનું અને અનેક વૃક્ષ તેમજ થાંભલાઓ ભારે પવનમાં પડી ગયા હોવાનું જાણવા મળે છે.

- text

- text