મોરબીના નાની વાવડી ગામ વૃક્ષ ધરાશાયી થતા રોડ બ્લોક થયો

- text


મોરબી : બિપોરજોય વાવાઝોડાના કારણે અનેક જગ્યાએથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઠેર ઠેર વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે. ત્યારે મોરબીના નાની વાવડી ગામે પણ અલગ અલગ બે જગ્યાએ વૃક્ષ ધરાશાયી થઈ ગયાની ઘટના સામે આવી છે.

ભારે પવન અને વરસાદના કારણે મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ પાસેનું એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે. આ વૃક્ષ રસ્તાની વચ્ચો વચ્ચ પડ્યું હતું જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કબીર આશ્રમની સામે આવેલું એક વૃક્ષ રસ્તાની વચ્ચે પડતાં ટ્રાફિકજામ થયો હતો.

- text

- text