મોટી વાવડી ગામે પાણી પહેલા પાળ બાંધી અબોલ જીવો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાય 

- text


મોરબી : મોટી વાવડી ગામે બિપોરજોય વાવાઝોડાને લઈને ગ્રામજનોએ પાણી પહેલાં બાંધી લીધી હોય તેમ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે. ગામમાં વાવાઝોડાના લીધે વૃક્ષને નુકસાન ના થાય તે માટે ગ્રામજનો દ્વારા તૈયારી કરવામાં આવી છે અને પશુ પક્ષીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામજનોને પણ કોઈ અગવડતા ન પડે તે માટે ગામમાં સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

કેબલ પડી જતાં ગામમાં વીજળીની સમસ્યા થતા તુરંત GEBમાં સંપર્ક કરીને આ સમસ્યા દૂર કરવામાં આવી હતી. આ કાર્યમાં ગામના સરપંચ ભગીરથસિંહ જાડેજા (રાજપુત કરણી સેના જિલ્લા ઉપપ્રમુખ), કૃષ્ણરાજસિંહ જાડેજા (રાજપુત કરણી સેના જિલ્લા મંત્રી) અને મોટી વાવડી ગામની ટીમ ખડે પગે છે.

- text

- text