બંધુનગર પાસે સેનેટરીવેર્સના કારખાનાનો શેડ ધરાશાઈ

- text


સોલિટેર સેનેટરીવેર્સ પ્રા.લી. કારખાનાનો માટી ખાતાનો શેડ પડી ગયો

મોરબી : મોરબીમાં 16 તારીખે વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ભારે પવનની સાથે સતત વરસાદના કારણે અનેક જગ્યાએ વીજપોલ, વૃક્ષો ધરાશાઈ થયા છે. ત્યારે સિરામિક ફેકટરીઓમાં પણ નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં નેશનલ હાઇવે પર બંધૂનગર નજીક એક સિરામિક ફેક્ટરીનો માટી ખાતાનો શેડ ધરાશાઈ થઈ ગયો છે.

બધુનગર પાસે આવેલી સોલિટેર સેનેટરીવેર્સ પ્રા.લી. કારખાનાનો માટી ખાતાનો શેડ ભારે પવનના કારણે પડી ગયો છે. ફેક્ટરી ના માલિકે મોરબી અપડેટને જણાવ્યું હતું કે આજે સવારે 7.27 મીનીટે ભારે પવનના કારણે ફેકટરીમાં માટી ખાતાનો શેડ પડી ગયો છે. જોકે સદનસીબે કોઈ જાની હાની સર્જાઈ નથી.

- text

- text