વાવાઝોડાની અસરતળે મોરબી, ટંકારા, માળીયા અને વાંકાનેરમાં વરસાદી ઝાપટા

- text


મોરબી : મોરબીમાં આજે બીપોરજોય વાવઝોડાની અસરતળે અંધાધૂંધ પવન સાથે ભારે વરસાદી ઝાપટું પડી ગયું હતું. જો કે મોરબીની સાથે ટંકારા, માળીયા અને વાંકાનેરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.જ્યારે હળવદમાં ભારે પવન સાથે છાંટા પડ્યા હતા.

- text

મોરબી જિલ્લાના અમારા પ્રતિનિધીઓના અહેવાલ મુજબ મોરબીમાં આજે બપોરે 12 વાગ્યાની આસપાસ વાવઝોડાની અસરતળે અંધાંધુધ પવન ફૂંકાયો હતો અને એ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પણ થોડીવાર ભારે વરસાદી મોટું ઝાપટું પડ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો. જ્યારે ટંકારામાં પણ ભારે પવન સાથે હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા તેમજ માળીયા અને વાંકાનેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ રહી ગયા બાદ માળીયા અને વાંકાનેરમાં એકદમ નીરવ શાંતિ જોવા મળી હતી. જ્યારે હળવદમાં ભારે પવન ફૂંકાયો હતો અને માત્ર છાંટા પડ્યા હતા.

- text