NEET 2023ના પરિણામમાં મોરબી નાલંદા સ્કૂલની વિદ્યાર્થી કોરવાડીયા ભારવીઁ જિલ્લામાં પ્રથમ 

- text


મોરબી : તાજેતરમાં ધો.12 સાયન્સનાં મેડીકલના પ્રવેશ માટેની નીટની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દર વષેઁની પરંપરા મુજબ મોરબીની નાલંદા સ્કુલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ડંકો વગાડ્યો છે.

કોરવાડીયા ભારવીઁ એ 675/720 માર્ક્સ મેળવી સામગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરિણામની વાત કરીએ તો શાળાના 7 વિદ્યાર્થીઓએ 600થી વધુ માર્કસ, 21 વિદ્યાર્થીઓએ 550થી વધુ માર્કસ, 31 વિદ્યાર્થીઓએ 500થી વધુ માર્કસ અને 72 વિધાથીઁઓએ 400 થી વધારે માકઁસ મેળવ્યા છે. માત્ર નાલંદા સ્કુલના 55 થી વધારે વિદ્યાર્થીઓ આ વષેઁ MBBS માં એડમીશન મેળવશે જે મોરબી જિલ્લા માટે ગૌરવની વાત છે. થોડા સમય પહેલા જાહેર થયેલ JEE Exam માં 23 વિધાથીઁઓએ 90PR મેળવી સમગ્ર જિલ્લામાં સૌથી વધારે વિદ્યાર્થીઓ સાથે પ઼થમ સ્થાન મેળવેલ વિધાથીઁ ઓની આ જવલંત સફળતા બદલ શાળાના સંચાલક હર્ષદભાઈ ગામીએ તમામ વિધાર્થીઓ, તેમનાં માતાપિતા અને સામગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text