વાવાઝોડામાં ફરજ ઉપરને બદલે ઘેરહાજર ! જિલ્લાના કર્મચારી ડીડીઓની ઝપટે 

- text


ડીડીઓ દ્વારા ગુટલીબાજોને સીધા કરવા વીડિયોકોલની સિસ્ટમ ચાલુ કરતા જ મફતનો પગાર લેતા અનેક ને રેલો 

મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ગુટલીબાજ તલાટી કમ મંત્રીઓને સીધા દોર કરવા માટે ડીડીઓ દ્વારા વીડિયોકોલ કરી લોકેશન મેળવવા હાથ ધરેલા નવતર પ્રયોગમાં વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિમાં ફરજ સ્થાને હાજર રહેવાને બદલે એક ગ્રામસેવક અને તલાટી ઘેર હાજર હોવાનું સામે આવતા બન્ને વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી ખુલાસા પૂછવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાએ નવતર પ્રયોગ હાથ ધરી કર્મચારીઓની ફરજ પ્રત્યે સભાનતા લાવવા વીડિયોકોલ કરવામાં આવી રહ્યા છે જે અન્વયે ગત તા.9ના રોજ માળીયા ગ્રામસેવક યુ.વી.રતનને વીડિયોકોલ કરતા તેઓ ફરજ ઉપર હાજર ન હોવાનું સામે આવ્યું હતું. એજ રીતે તા.12ના રોજ માળીયા તાલુકાના કાજરડા હરીપર ગામના તલાટી કમ મંત્રી એ.એન.કાદરીને વીડિયોકોલ કરતા તેઓ વાવાઝોડાની સ્થિતિમાં પણ ફરજ ઉપર હાજર ન હોવાનું સામે આવતા બન્નેને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો આપવા તાકીદ કરી છે.

- text