મોરબીમાં ભારે પવનથી બિલ્ડિંગના ત્રીજા માળના ગ્લાસ તૂટ્યા

- text


મોરબી : મોરબીમાં આજે વાવઝોડાની અસર વર્તાય હતી. ભારે પવનથી શહેરના સામાકાંઠે આવેલ સીરામીક ઝોનમાં આવેલી ઇમારતના ત્રીજા માળે ગ્લાસ તૂટી ગયા હતા.

મોરબીમાં બીપોરજોય વાવઝોડાની અસરતળે સતત તેજ પવન ફૂંકાય રહ્યો છે. તેજ પવન ફૂંકાતા વૃક્ષો અને વિજપોલનો સોથ બોલી ગયો છે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઈશાન સીરામીક ઝોનમાં આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે આવેલ બારીના કાચ ભારે પવનથી તૂટી ગયા હતા. પણ સદભાગ્યે ગ્લાસને નુકશાન થવા સિવાય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

- text

- text