મોરબીમાં સંભવિત વાવાઝોડાને લઈને જોખમી વૃક્ષોનું છેદન

- text


કન્યા છાત્રાલય રોડ ઉપર ફાયર બ્રિગેડ નગરપાલિકા, ફોરેસ્ટ અને પીજીવીસીએલની ટીમે વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરી

મોરબી : વાવઝોડાના વૃક્ષોનો સોથ બોલી જાય છે. ત્યારે સંભવિત વાવઝોડાને પગલે જાનમાલનું નુકસાન થતું ટાળી શકાય તે માટે અગમચેતીના ભાગરૂપે મોરબીમાં જોખમી વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે. કન્યા છાત્રાલય રોડ ઉપર ફાયર બ્રિગેડ નગરપાલિકા, ફોરેસ્ટ અને પીજીવીસીએલની ટીમે વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરી છે.

મોરબીમાં ત્રણ દિવસથી બીપોરજોય વાવઝોડાને પગલે ભારે પવનની આંધી ઉઠી છે અને ભારે પવનથી ઠેક ઠેકાણે વૃક્ષો પડી ગયા હતા. ત્યારે આવા જોખમી વૃક્ષોથી જાનમાલને નુકસાન ન થાય તે માટે મોરબીમાં જોખમી હાલતમાં રહેલા વૃક્ષો કાપવાનું શરૂ કરવામાં આવ્યું છે. કન્યા છાત્રાલય રોડ ઉપર ફાયર બ્રિગેડ નગરપાલિકા, ફોરેસ્ટ અને પીજીવીસીએલની ટીમે વૃક્ષો કાપવાની કામગીરી હાથ ધરી છે.

- text

- text