મોરબી શહેર ભાજપના કંટ્રોલરૂમની મુલાકાત લેતા રાજ્યમંત્રી કનુભાઈ દેસાઈ

- text


મોરબી : મોરબી શહેર ભાજપ દ્વારા બિપોરજોય વાવાઝોડાની આફતમાં લોકોને મદદરૂપ થવાના હેતુ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ કંટ્રોલરૂમની મુલાકાત આજે રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લીધી હતી.

મોરબી શહેર ભાજપ દ્વારા શનાળા રોડ પરના એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે જ્યાં 3 હજાર જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે. ત્યારે આ કંટ્રોલરૂમની મુલાકાત આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લીધી હતી. આ ફૂડ પેકેટ બનાવવામાં અને કંટ્રોલ રૂમમાં મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાની આગેવાનીમાં મોરબી શહેર મહામંત્રી રીસીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશ કણજારીયા અને મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા ખડેપગે રહી સહયોગ મળી રહ્યો છે.

- text

- text