NEET પરીક્ષામાં મંગલમ વિદ્યાલયનો વિદ્યાર્થી હળવદ તાલુકામાં પ્રથમ 

- text


હળવદ : ગઈકાલે મેડિકલ પ્રવેશ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી NEET (UG) 2023ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં હળવદ તાલુકામાં પ્રથમ નંબર મંગલમ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેળવ્યો છે.

મંગલમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા અને વિદ્યાલયની જ હોસ્ટેલમાં રહેતા સોનગઢ ગામના નિલેશ મેરૂભાઈ ડાભીએ પ્રથમ પ્રયત્ને જ 652 માર્ક્સ મેળવીને હળવદ તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે. ખેડૂત પિતાના પુત્રએ હળવદ તાલુકામાં પ્રથમ નંબર મેળવીને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. મહત્વનું છે કે, ગત વર્ષે પણ શાળાના જ સાપરા ધારશીએ 605 માર્ક મેળવીને હળવદ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ત્યારે આ વર્ષે ડાભી નિલેશે હળવદ તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ તકે મંગલમ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે.

- text

- text