બીપોરજોય ઇફેક્ટ : નવલખી બંદરે દરિયામાં કરંટ સાથે મોજા ઉછળ્યા

- text


નવલખી બંદરે તોફાની પવન વચ્ચે 10 નંબરનું સિગ્નલ યથાવત, હોડીઓ કિનારે લગારી દેવાય, દરિયામાં હલચલની સમગ્ર સ્થિતિ ઉપર પોર્ટ તંત્રની બાજનજર

મોરબી : બીપોરજોય વાવઝોડાની મોરબી જિલ્લાના નવલખી બંદરે દરિયામાં અસર થવાની શકયતા છે. આવતીકાલે જખૌ દરિયા કિનારે આ વાવઝોડું ત્રાટકવાનું હોય ત્યારે નવલખી બંદરે પણ આજે વાવઝોડાની અસર વર્તાય હતી. આફતનું એલાર્મ હોય તેમ નવલખી બંદરે દરિયામાં કરંટ સાથે મોજા ઉછળ્યા છે. નવલખી બંદરે તોફાની પવન ફૂંકાયા વચ્ચે 10 નંબરનું સિગ્નલ યથાવત છે. હોડીઓ કિનારે લગારી દેવાય છે. દરિયામાં હલચલની સમગ્ર સ્થિતિ ઉપર પોર્ટ તંત્રની બાજનજર છે.

નવલખી બંદરે આજે બીપોરજોય વાવઝોડાની અસરતળે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને દરિયામાં થોડા મોજા ઉછળીને બહાર અથડાયા છે. દરિયા કિનારે પવનની આંધી ઉઠી હતી. જો કે મોટાભાગની હોડીઓ કિનારે લંગારી દેવાય છે અને એકાદ બે હોડીઓ દરિયામાં હોય હાલક ડોલક થતી જોવા મળી છે. ભારે તોફાની પવન ફૂંકાતો હોય ત્યારે નવલખી બંદરે 10 નંબરનું સિગ્નલ યથાવત છે. દરિયામાં જવાની કે કિનારા આસપાસ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

- text

બીપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ નવલખીના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. નવલખી બંદર પર સતત દરિયાના મોજા ઉછળી રહ્યા છે. નવલખી બંદર પર સતત 10 નંબરનું સિગ્નલ લગાવેલ રાખવામાં આવેલ છે અને નવલખી બંદર આસપાસની વિસ્તારોને ખાલી કરી લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે.દરિયામાં હલચલ વચ્ચે પોર્ટ તંત્ર ખડેપગે છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી છે.

- text