અષાઢી બીજે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળશે

- text


મોરબી : આગામી તારીખ 20 જૂન ને મંગળવારે અષાઢી બીજના પાવન દિવસે મોરબીના મચ્છુ માતાજીના મંદિરેથી પરંપરાગત ભવ્ય રથયાત્રા નીકળશે.

અષાઢી બીજના પાવન અવસરે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર 17 ખાતે મચ્છુ માતાજીની જગ્યાએથી સવારે 9:30 કલાકે રથયાત્રા નીકળશે અને શહેરના રાજમાર્ગ પરથી પસાર થશે. સાથે યુવક-યુવતીઓ દાંડીયારાસ તથા સાંસ્કૃતિક રમતો રમતા મચ્છુ માતાજીના મંદિર (કોઠે) દરબારગઢ પહોંચશે. ભવ્ય રથયાત્રામાં ભરવાડ સમાજ તથા રબારી સમાજના ભાઈઓ બહેનો તથા યુવાનો અને આબાલવૃદ્ધ સૌને માતાજીના દર્શન કરવા તથા સંત દર્શન કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

શોભાયાત્રામાં ગોપાલ ભરવાડ, સુરેશ ઝાપડા અને ભાવેશ ભરવાડ એન્ડ ગ્રુપ રાસની રમઝટ બોલાવશે. આ ઉપરાંત શોભાયાત્રામાં ઝાઝાવડાદેવ- ગ્વાલીનાથ મહાદેવ ગામ થરા બનાસકાંઠાની પરમગુરુ ગાદીના સંત મહંત મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ અને શિવપુરીધામ દ્વારકાના મહેશપુરી બાપુ હાજર રહી સંત દર્શનનો લાભ આપશે. તો આ શોભાયાત્રાનો લાભ લેવો મહંત કિશન ભગત ગોલતર અને મચ્છુ મિત્ર મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથે જ 20 જૂને રાત્રે 10 કલાકે દરબારગઢ મચ્છુ માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરો પણ યોજાશે. જેમાં કુંવરબેન આહીર, શામજીભાઈ આહીર, વિજુબેન આહીર ગ્રુપ લોક ડાયરામાં રમઝટ બોલાવશે.

- text