વાવાઝોડા સામે બાથ ભીડવા સિરામીક ઉદ્યોગ સજ્જ : ત્રણ ઈમરજન્સી નંબર જાહેર કરાયા 

- text


શ્રમિકોની સલામતી માટે આજથી ત્રણ-ચાર દિવસ માટે સિરામીક એકમો બંધ : કટોકટીની આપત્તિ વેળાએ ફૂડ પેકેટ સહિતની મદદ માટે સિરામીક એસોશિએશન સજ્જ 

મોરબી : સંભવિત બિપરજોય વાવાઝોડાનો ખતરો જોતા આજથી શ્રમિકોની સલામતી માટે મોરબીના સીરામીક ઉદ્યોગે ત્રણથી ચાર દિવસ માટે ઉત્પાદનકાર્ય બંધ કર્યું છે અને કોઈપણ ઇમરજન્સી માટે ત્રણ નંબર જાહેર કરી આપત્તિ વેળાએ ફૂડ પેકેટ સહિતની મદદ માટે સિરામીક એસોશિએશન તૈયાર હોવાનું સિરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું.

સિરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું. કે, આગામી બે ત્રણ દિવસમા બીપરજોય વાવાઝોડાનુ સંકટ મોરબી ઉપર આવીરહ્યુ છે ત્યારે ખાસ કરીને સીરામીક ઈન્ડસ્ટ્રીઝમા શેડની ઉંચાઈ વઘુ હોવાથી તેમજ પતરાના શેડ હોવાથી મોટી નુકશાની થવાની ભીતી છે, તેમજ પતરાના શેડ હોવાથી વાવાઝોડા દરમિયાન પતરા ઉડે તો કામદારોને ઈજા કે જાનહાની થઈ શકે છે, જેથી મજુરોની સલામતી માટે આજથી ત્રણથી ચાર દિવસ માટે ઉત્પાદન બંઘ કરી દેવામા આવશે અને મજુરો ને સલામત પાકા લેબર કવાટઁરમા રાખવામા આવશે.

- text

વધુમાં મોરબીમાં ઔઘોગિક વિસ્તારમાં નેશનલ હાઈવે ઉપર દરરોજ 8000 જેટલા વાહનોનુ પરિવહન થતુ હોય,વાવાઝોડામાં રોડ ઉપર એક્સીડન્ટના બનાવો ના બને તે માટે સાવચેતીના પગલા રૂપે સીરામીક ઉદ્યોગે ડીસ્પેચ બંઘ કરી વાવાઝોડા દરમિયાન કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીમા કોઈ મજુર કે રાહદારી ફસાય કે રોડ ઉપર ક્યાય વૃ્ક્ષો પડી ઝાય તો તેના માટે જરુરી મશીનરી લોડર કે જેસીબી તૈયાર રાખવામા આવેલ છે. સાથે જ મોરબી સીરામીક એસોસીએસન દ્વારા ત્રણ ઈમરજન્સી નંબર જાહેર કરવામા આવ્યા છે, જેમાં મોબાઈલ નંબર 9727570850, 9574598772, 9825210831 ઉપર સંપર્ક કરી શકાશે. ઉપરાંત વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ રહેલ હોય મોરબી જીલ્લામા કોઈપણ લોકોને જો ફુડની જરુર પડે તો ફુડ પેકેટ માટે પણ મોરબી સિરામીક એસોશિએશનની ટિમ તૈયારીમાં હોવાનું અંતમાં પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું.

- text