આપઘાત કરવા નીકળેલી સગીરાને બચાવી લેતી ટીમ મોરબી અભયમ 

- text


સગીરાને પ્રેમસંબંધમાં લગ્ન કરવા હોય પરંતુ પરિવારે લગ્નની ના પાડતા મધ્યરાત્રીએ જુના બસ સ્ટેશન પહોંચી ગઈ 

મોરબી : મોરબીમાં પ્રેમી સાથે લગ્ન કરવાની પરિવારે ના પાડતા સગીરા ઘર છોડીને મોરબી મધ્યરાત્રીએ જુના બસ સ્ટેશન પહોંચી આપઘાત કરવાનું મન બનાવી લેતા ટીમ અભયમે આ સગીરાનું કાઉન્સિલિંગ કરી સગીરાને સમજાવટથી પરિવાર સાથે મોકલી જીવ બચાવ્યો હતો.

ગતરાત્રીના એક જાગૃત નાગરિક દ્વારામોરબી અભયમ હેલ્પલાઇન 181માં ફોન કરી જાણ કરવામાં આવેલ હતી કે મોરબી જુના બસ સ્ટેશન પાસે એક સગીરા આત્મહત્યા કરવા જાય છે. જેને બચાવીને બેસાડી રાખવામાં આવી છે છતાં મરી જવાની વાતો કરે છે. જેના પગલે 181 ટીમના કાઉન્સિલર ભુવા જાગૃતિબેન, મહિલા કોન્સ્ટેબલ પરમાર જ્યોત્સનાબેન તેમજ પાયલોટ રાજુભાઈ ઘટના સ્થળે સગીરાની મદદે પહોંચી ગયા હતા. ત્યારબાદ અભયમ ટીમ દ્વારા શાંતિપૂર્વ વાતચીત કરી આશ્વાસન આપી સગીરાને વિશ્વાસમાં લીધી હતી. આપઘાતના પ્રયાસ અંગે પુછવામાં આવતા પીડિત સગીરાએ જણાવ્યું હતું કે તેને એક પુરુષ સાથે પ્રેમ સંબંધ છે તેમજ સગીરાને તે પુરુષ સાથે લગ્ન કરવા હતા પરંતુ માતાપિતા લગ્નની ના પાડતા હોય તેથી સગીરા છેલ્લા કેટલાક દિવસથી ઘરે લગ્નની જીદ કરતી હતી. પરંતુ સગીરાના માતા પિતા લગ્ન કરાવવા તૈયાર ન હોય તેથી સગીરાને મનમાં લાગી આવતા તેમને આત્મહત્યા કરવાનો વિચાર કરી ઘરમાંથી મધ્યરાત્રીએ નીકળી અને મોરબી જુના બસ સ્ટેશન પહોંચી ગઈ હતી.

- text

વધુમાં અભયમ ટીમે સગીરાને આત્મહત્યાનું પગલું નહીં ભરવા બાબતે સમજાવી તેમના ભાઈને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા અને તેમના ભાઈને સમજાવવામાં આવ્યા હતા કે સગીરા આગળના દિવસે કોઈ પગલું ન ભરે તેનું ધ્યાન રાખવું. સગીરાને કુશળ કાઉન્સેલિંગ દ્વારા ક્યારેય આત્મહત્યા ન કરવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી અને સગીરાએ આત્મહત્યાનો વિચાર નહીં કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. 181 મહિલા હેલ્પલાઇનની સરાહનીય કામગીરી બદલ સગીરાના ભાઈ અને કાકીએ ટીમનો આભાર માન્યો હતો.

- text