વાવોઝોડાની સાઈડ ઇફેક્ટ : રવાપરમા હોર્ડિંગ્સ પડતા દીવાલ ધારાશાયી

- text


તેજ પવન ફૂંકાતો હોવાથી શહેરમાં ઠેકઠેકાણે લાગેલા તોતિંગ હોર્ડિંગ્સ નાગરિકો માટે ખતરો બન્યા 

મોરબી : મોરબીમાં આજે વાવઝોડાની અસરરૂપે ખૂબ જ તેજ પવન ફૂંકાય રહ્યો છે. તેજ પવન ફૂંકાતા મોરબીના રવાપર ગામે હોર્ડિંગ્સ પડતા એક દીવાલ ધારાશાયી થઈ હતી. જો કે આ દીવાલ પડવાની ઘટનામાં સદભાગ્યે જાનહાની થઈ નથી.

મોરબીમાં બીપોરજોય વાવઝોડાનો ખતરો આજે વધ્યો હોય એમ ઘણો જ તેજ પવન ફૂંકાય રહ્યો છે. અતિશય ભારે પવનને કારણે ઘણા હોર્ડિંગ્સ અને કાચા મકાનો જોખમી બન્યા છે. દરમિયાન ભારે પવન ફૂંકાતા મોરબીના રવાપર ગામે શાળાની બાજુમાં આવેલ મસમોટું હોર્ડિંગ્સ પડી ગયું હતું અને આ હોર્ડિંગ્સ બાજુની દીવાલ માથે પડતા દીવાલ ધારાશાયી થઈ ગઈ હતી. જો કે આ દીવાલ પડવાથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. ગઈકાલે તંત્રએ જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની કાર્યવાહી થઈ રહી હોવાનું અને 596 જેટલા હોર્ડિંગ્સ હટાવી દેવાનો દાવો કર્યો હતો. પણ હજુ શહેર અને આજુબાજુ વિસ્તારમાં ઘણા હોર્ડિંગ્સ જોખમી બન્યા છે. આજે પવનની ગતિ ખૂબ તેજ બનતા આવા હજુ ઠેરઠેર આવેલા હોર્ડિંગ્સ મોતનો માચડો બનીને લટકી રહ્યા છે. તેથી આવા હોર્ડિંગ્સ તંત્ર જલ્દીથી ઉતારી લે તેવી માંગ ઉઠી છે.

- text

- text