સમસ્ત ભરવાડ સમાજના ૧૦૦ તેજસ્વી તારલાઓનું સન્માન 

- text


સુરાભાઈ ભરવાડની ૧૦૬મી જન્મ જયંતીના અવસરે ધ્રાંગધ્રા ખાતે યોજાયો ભવ્ય સમારોહ : ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ તેમજ નવ નિયુક્ત અને વય નિવૃત્ત કર્મચારીઓનું બહુમાન કરાયું

મોરબી : ભરવાડ સમાજના ભીષ્મ પિતામહ અને ગાંધીવાદી કર્મશીલ દિવંગત સુરાભાઈ પુનાભાઈ ભરવાડની ૧૦૬મી જન્મ જયંતીના શુભ અવસરે ધ્રાંગધ્રા ખાતે પૂજ્ય જાલાભગતના આશ્રમમાં ધ્રાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા પ્રથમ શૈક્ષણિક સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં ધોરણ-૧૦/૧૨ અને કોલેજ કક્ષાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા નવ નિયુક્ત અને વય નિવૃત્ત કર્મચારીઓ સહિત કુલ-૧૦૦ તેજસ્વી તારલાઓનું શિલ્ડ તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં પૂજ્ય જાલાભગત, સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ, ‘ગોપાલ જ્યોત’ ના તંત્રી ડૉ. રતનબેન રાતડીયા, ઘનશ્યામભાઈ સુરાભાઈ ભરવાડ સહિત સ્વ. સુરાદાદાના તમામ પરિવારજનો, ‘દીકરીની વેદના’ ગ્રુપના નીરૂબેન ભરવાડ, ગાયક કલાકાર બહેન મનુબેન ભરવાડ, રાજકોટના ઉદ્યોગપતિ નિલેશભાઈ મુંધવા, સ્વસ્તિક સ્કૂલ-સુરેન્દ્રનગરના એમ.ડી. રેવાભાઇ ગમારા, જય ગોપાલ યુવા ગ્રુપના ઉપપ્રમુખ જામાભાઈ પી. ગરીયા, પુનાભાઈ એસ.વકાતર , જય ગોપાલ યુવા ગ્રુપના પૂર્વ પ્રમુખો કાળુભાઈ માંગુડા અને પોપટભાઈ ગમારા , પ્રદેશ ભાજપ માલધારી સેલના પ્રતિનિધિ જીવાભાઇ ભરવાડ, સુરસાગર ડેરીના પૂર્વ ડિરેક્ટર રૂપાભાઈ ભરવાડ સહિતના આમંત્રિત મહેમાનો, પ્રોફેસરો,શિક્ષક ભાઈ-બહેનો અને એમના માતા-પિતા-પરિવારજનો, શિક્ષણ પ્રેમી ભાઈ-બહેનો તથા ભરવાડ સમાજના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રોફે. જીવણભાઈ ડાંગરએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.તથા પૂજ્ય જાલાભગતે આશીર્વાદ પાઠવ્યા હતા. સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ અને ઘનશ્યામભાઈ ભરવાડ સહિતના તમામ વક્તાઓ એ સ્વ. સુરાદાદાની સમાજ-સેવા ને યાદ કરી જન્મદિવસના શુભ અવસરે સ્વ. સુરાદાદાને સ્મૃતિ-વંદન કર્યા હતા. તેમજ શિક્ષણની અનિવાર્યતા સમજાવીને સન્માનિત સર્વે તેજસ્વી તારલાઓ અને એમના માતા પિતાને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.ઉપરાંત આવો સુંદર સમારંભ યોજવા બદલ આયોજકો અને દાતા પરિવારની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

‘કન્યા કેળવણી’ને પ્રોત્સાહન આપવા ખાસ ઉપસ્થિત રહેલ ‘દિકરીની વેદના’ ગ્રુપના નીરૂબેન ભરવાડ અને મનુબેન ભરવાડ એ સમાજમાં ઘર કરી ગયેલ ‘કન્યા-વિક્રય’ જેવા સામાજીક કુરિવાજોને નાબૂદ કરવા બહેનો-માતાઓ, વડીલો અને ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.નીરૂબેન ભરવાડના બહેન મનુબેન ભરવાડ દ્વારા પોતાના મધુર અવાજમાં દીકરીઓની વેદના વ્યક્ત કરતું ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીતના શબ્દો એટલા હૃદય-સ્પર્શી હતા,કે સાંભળનાર તમામની આંખો ભીની થઈ ગઈ હતી.

આ સમારંભ માટે તમામ વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનોને ઈ-નિમંત્રણ પાઠવી ડિઝિટલ ટેકનોલોજીનો સદુપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરવાડ સમાજની ગ્રેજ્યુએટ દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત કોલેજમાં અભ્યાસ કરતી કુલ-34 દીકરીઓની સાથો સાથ તેમના માતા-પિતાનું પણ સન્માન કરી આયોજકો દ્વારા એક નવી પહેલ કરવામાં આવી હતી.

- text

ગુજરાત ભર ની ભરવાડ સમાજની બહેનોમાંથી સૌપ્રથમ પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરનાર ડૉ. રતનબેન રાતડીયા એ ‘કન્યા કેળવણી’ અને ‘મહિલા સશક્તિકરણ’ ઉપર ભાર દઈને ગોપાલક સમાજના જયોતિર્ધર સુરાદાદા ના જન્મદિવસે આવો સુંદર સન્માન સમારંભ યોજવા બદલ રાજીપો વ્યક્ત કરી તેજસ્વી તારલાઓ અને એમના માતા-પિતા સહિત આયોજકો અને દાતાઓને સુરાદાદાના સમગ્ર પરિવારજનો વતી અભિનંદન પાઠવ્યા હતા.

સમારંભ ને અંતે આભાર વિધિ સુરસાગર ડેરીના ડિરેક્ટર છેલાભાઈ ચિરોડીયા એ કરી હતી. આ સમગ્ર સમારંભને સફળ બનાવવા માટે પ્રોફે. જીવણભાઈ ડાંગર, નવઘણભાઈ ગોલતર, નોંઘાભાઈ દોરારા, ભરતભાઈ લામકા, છેલાભાઈ ચિરોડિયા, બેચરભાઈ ઝાંપડા, ગોપાલભાઈ સરૈયા, જીલાભાઈ ગમારા,દેવશીભાઈ ગરીયા, અમરાભાઇ હાડગડા, મયાભાઈ જાદવ, ભીખાભાઇ જાદવ, જીલાભાઇ લામકા, જયેશભાઈ કાટોડીયા, વાઘાભાઈ ગરીયા, ભુરાભાઈ મેવાડા, ગોપાલભાઈ શિયાળ અને પોપટભાઈ ખરગીયા સહિતના આયોજકો અને દાતા પરિવારના સર્વ સભ્યો એ ખબે-ખભો મિલાવી તન-મન-ધન થી સાથ-સહકાર આપ્યો હતો

- text