વોટ્સએપની કમાલ ! ચાઈના સરહદે પહોંચી ગયેલા મનોદિવ્યાંગ નાથાલાલને માળિયાના જસાપરના સેવાભાવી યુવાનો પરત લાવ્યા

- text


છ એક મહિનાથી લાપતા યુવાને આર્મીમેન પાસે જમવાનું માગ્યુંને જોગાનું જોગ ગુજરાતી આર્મીમેને સ્થિતિ પામી જઈ વોટ્સએપમાં યુવાનનો ફોટો વાયરલ કરતા સેવાભાવી આહીર યુવાનો કાર લઈને યુવાનને લઈ આવ્યા

માળીયા : માળીયા તાલુકાના જસાપર ગામેથી છ મહિના પૂર્વે લાપતા થયેલ મનો દિવ્યાંગ યુવાન છેક હિમાચલ પ્રદેશ નજીક આવેલ ચાઈના બોર્ડર પહોંચી ગયા બાદ એક આર્મીમેન પાસે જમવાનું માગતા જોગાનું જોગ ગુજરાતી આર્મીમેને સ્થિતિ પામી જઈ વોટ્સએપમાં યુવાનનો ફોટો વાયરલ કરતા આ મેસેજ ફરતો ફરતો જસાપર ગામના યુવાનોના ગ્રુપમાં આવતા સેવાભાવી યુવાનો કાર લઈને હિમાચલ પ્રદેશ પહોંચી જઈ આ યુવાનને હેમખેમ પરત લઈ આવતા યુવાનના પરિવારજનોમાં હર્ષની લાગણી છવાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળિયા તાલુકાના જસાપર ગામના મનોદિવ્યાંગ નાથાભાઇ ઘેલાભાઈ ભરવાડ છેલ્લા છ એક મહિનાથી લાપતા હતા. બીજી તરફ તારીખ 02/06/2023 ના રોજ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલ મેસેજમાં હિમાચલપ્રદેશના કીનોર જિલ્લાના પુહ તાલુકામાં ફરજ બજાવતા આર્મી જવાનને આ દિવ્યાંગ વ્યક્તિ રસ્તા ઉપર ભેટો થઈ ગયો હતો અને આ આર્મીમેન ગુજરાતી હોવાથી નાથાભાઇ ઘેલાભાઈ ભરવાડની વાતો સમજી વોટ્સએપમાં મેસેજ કરી તેમના પરિવારનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વોટ્સએપમાં મેસેજ વાયરલ કરનાર આર્મી જવાન રસીકભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની છે અને હાલ પૂહમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે મનો દિવ્યાંગ નાથાલાલે તેમની પાસે ખાવાનું માંગ્યું તો આર્મીમેન ગુજરાતી હોવાથી તુરત ભાષા સમજી ગયા અને નાથાલાલને ખાવા પીવા આપી તેમનું નામ સરનામું પૂછતાં મનોદિવ્યાંગ નાથાભાઇ ઘેલાભાઈ રાવાએ પોતે માળીયા તાલુકાના જસાપર ગામના હોવાનું જણાવ્યું હતું.

જેને પગલે આર્મીમેન રસીકભાઈ રાઠવાએ આ મેસેજ ગુજરાતના અલગ અલગ ગ્રુપમાં વાયરલ કરતા મેસેજ ફરતા ફરતા જસાપર ગામના ગ્રુપમાં આવતા જસાપર ગામના યુવાનોએ આર્મીજવાન રસીકભાઈ રાઠવા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે આ ભાઈ ભાગ ભાગ કરે છે, ઉભા રહેતા નથી એક તરફ ચાયના બોર્ડર છે અને એક તરફ બર્ફીલો પહાડી ઇલકો છે. આ ભાઈ ચાલીયા ગયા તો તેમનોપતો નહી લાગે. આ વાત સાંભળતા જ જસાપર ગામના નિર્મલભાઈ કાનગડ આર્મી જવાને ત્યાના પોલીસ સ્ટેશનમાં નાથાભાઇને મકલી આપવા વિનંતી કરતા પોલીસ સ્ટેશનના થાણા અધિકારીએ જસાપર ગામના યુવાનોને જણાવેલ કે તમે લોકો નાથાલાલને લેવા આવતા હોય તો હું તેમને ત્રણ ચાર દિવસ અહીં પોલીસ સ્ટેશનમાં રાખું છું

- text

બાદમાં જસાપર ગામના ધીરુભાઈ એચ.કાનગડ, નિર્મળભાઈ એમ. કાનગડ, રાજેશભાઈ એમ ચાવડા અને વનરાજભાઈ એમ.ચાવડા તાબડતોબ તા.3 જૂનના રોજ પોતાની કાર લઈ પળનો પણ વિલંબ કર્યા વગર હિમાચલ પ્રદેશ રવાના થયા હતા અને ગઈકાલે તારીખ 08/06/23ના રોજ નાથાલાલને જસાપર પરત લાવ્યા હતા. ત્યાંના ખરાબ અને અતિ ભયંકર પહાડી રસ્તા અને હવામાન અને જસાપર ગામથી હિમાચલનું પુહ ગામ 1780 કિમિ દૂર હોવા છતાં આ સેવાભાવી ચાર આહીર યુવાનો ત્યાંથી નાથાલાલને પરત લાવી સેવાભાવના પ્રગટ કરી આર્મી જવાન રસિકભાઈ રાઠવા તેમજ પુહ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text