કાયાપલટ ! શકત શનાળા કન્યાશાળાનું સેવાભાવી દાતાઓએ કર્યું રીનોવેશન

- text


રૂપિયા ચાર લાખના ખર્ચે સરકારી શાળાને રંગરોગાન કરાવી સુવિધાઓથી સજ્જ બનાવી

મોરબી : મોરબીની ભાગોળે શકત શનાળા ગામે આવેલી કન્યાશાળાને સ્થાનિક સેવાભાવી દાતાઓએ રૂપિયા ચાર લાખથી વધુના ખર્ચે રંગરોગાન કરાવી સુવિધાઓથી સજ્જ બનાવી ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી બનાવી દીધી છે.

સામાન્ય રીતે મોટાભાગની સરકારી શાળાઓની સ્થિતિ દયાજનક હોય છે એ જ રીતે મોરબીની ભાગોળે આવેલ શકત શનાળા કન્યાશાળાની સ્થિતિ પણ આવી જ બની જતા ગ્રામપંચાયત અને ગામના સેવાભાવી દાતાઓએ કન્યાશાળાની કાયાપલટ કરવા નક્કી કરી સ્વખર્ચે આખી શાળાને રંગરોગાન કરાવી શાળાને સુવિધા સભર બનાવી દીધી છે.

વધુમાં શકત શનાળા કન્યાશાળા રીપેરીંગ માટે શકત શનાળા ગ્રામ પંયાયતની સાથે પ્રફુલભાઈ પ્રેમજીભાઈ બાવરવા, સ્વ. રમેશભાઈ રાઘવજીભાઈ સુવારીયા, નરભેરામભાઈ ગોવિંદભાઈ ફુલતરીયા, રમણીકભાઈ પ્રાગજીભાઈ કાંજીયા, મકનભાઈ નથુભાઈ બાવરવા, સુખદેવભાઈ ગણેશભાઈ અઘારા સ્વ. બયુભાઈ દેવરાજભાઈ સુવારીયા, દિપકભાઈ રમેશભાઈ પાંયોટીયા, નરેશુંભાઈ માધવજીભાઈ કાંજીયા, ચંદુભાઈ છગનભાઈ ફુલતરીયા, બાલુભાઈ ભાણજીભાઈ મગુનીયા, સ્વ. જાદવજીભાઈ દેવકરણભાઈ ફુલતરીયા, બાલુભાઈ નરશીભાઈ પાડલીયા, નરભેરાભાઈ ભગવાનજીભાઈ પાડલીયા, ભુદરભાઈ છગનભાઈ ફુલતરીયા, ભગવાનજીભાઈ ગોવિંદભાઈ ફુલતરીયા, પ્રવિણભાઈ માધવજીભાઈ ફુલતરીયા, કરશનભાઈ ભાણજીભાઈ સુવારીયા, જયંતિલાલ પ્રભુભાઈ પાડલીયા, જયપ્રકાશભાઈ સુખદેવભાઈ કાંજીયા, કપિલભાઈ સવજીભાઈ નારણીયા, દિલીપભાઈ માવજીભાઈ શીરવી, ગીરીશભાઈ માધવજીભાઈ સુવારીયા,સ્વ. રમેશભાઈ મોહનભાઈ શીરવી, મહેશભાઇ પ્રાગજીભાઈ શીરવી, વેલજીભાઈ મોહનભાઈ શીરવી, સ્વ. કાંતિલાલ દેવશીભાઈ અઘારા તેમજ બજરંગ એન્ટરપ્રાઈઝ શનાળા દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો.

- text

- text