મોરબીની બિલિયા ગામની શાળામાં આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી તાલુકાના બિલિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ- સિદસર તથા કુંડારીયા પ્રિવેન્શન ફાઉન્ડેશન- રાજકોટ તથા KPSNA-USA દ્વારા આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શાળાના બાળકોને હિમોગ્લોબીન સુગર,બ્લડ પ્રેશર તથા ઓક્સિજન લેવલ વગેરેની તપાસ કરવામાં આવી હતી તેમજ લોહીની ઉણપ ધરાવતા વિદ્યાર્થીઓને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃતિ બદલ શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના મંત્રી કિરણભાઈ કાચરોલા તથા શાળાના તમામ સ્ટાફે આભાર વ્યક્ત કર્યો હતો

- text

- text