મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ફ્રુટી જ્યુસનું વિતરણ 

- text


મોરબી : મોરબીની સી.બી એન્ટરપ્રાઇઝ દ્વારા માણેકવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફ્રુટી જ્યુસનું વિતરણ કરી ગરમીમાં ઠંડક પ્રસરાવી હતી.

આજકાલ લોકો અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ, દાનની પ્રવૃતિઓ કરતા અને કરાવતા હોય છે ત્યારે મોરબી તાલુકામાં આવેલી માણેકવાડા પ્રાથમિક શાળામાં સી.બી.એન્ટરપ્રાઈઝ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને ગરમીમાં ઠંડક પ્રસરાવીને એક ઉમદા કાર્ય કર્યુ છે. સી.બી.એન્ટરપ્રાઈઝના સંચાલક ભદ્રેશભાઈ ઓધવિયા (બગથળાવાળા) દ્વારા માણેકવાડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ફ્રુટી જ્યુસનું રસપાન કરાવી બાળકોને ગરમીમાં રાહત અપાવી હતી. આ ઉમદા પ્રવૃતિ બદલ શાળા પરિવારે ભદ્રેશભાઈ ઓધવિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text