ટંકારાના વકીલ રમેશભાઈ ભાગીયાના પુત્રએ ધોરણ 12માં સમગ્ર રાજ્યમાં દ્વિતિય નંબર મેળવ્યો

- text


ટંકારા : ટંકારા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, એડવોકેટ & નોટરી, RGB ગ્રુપના ચેરમેન રમેશભાઈ ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ટંકારા તાલુકામાં પ્રથમ અને ગુજરાતમાં દ્વિતિય ક્રમ મેળવી ઉત્કૃષ્ટ પરીણામ મેળવ્યું છે.

બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ ટંકારા પંથકના કાયદાકીય બાબતોના નિષ્ણાત એડવોકેટ એન્ડ નોટરી રમેશભાઈ ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યુ છે. ભવ્યએ ગુજરાતમાં બીજા ક્રમે અને ટંકારા તાલુકામા પ્રથમ ક્રમ સાથે એ વન ગ્રેડ અને 99.98 PR મેળવી ભાગિયા પરિવાર અને ટંકારા તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

- text

- text