ટંકારાના ભુતકોટડાના ખેડૂત પુત્રએ ધોરણ 12માં 99.69 PR મેળવ્યા

- text


ટંકારા : ટંકારા તાલુકાના ભુતકોટડા ગામના ખેડૂત પુત્ર ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઝળહળતી સફળતા મેળવી A1 રેક સાથે 99.69 PR મેળવી ઢેઢી પરીવારનું ગૌરવ વધાર્યું છે.

ગઈકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમા ટંકારા તાલુકાના ભુતકોટડા ગામે ખેતીવાડી ક્ષેત્રે સંકળાયેલા શૈલેષભાઈ ઢેઢીના પુત્ર જૈનિશ ઢેઢીએ A1 ગ્રેડ સાથે 99.69 PR મેળવ્યા છે. જૈનિશે પરિવારને ખેતીકામમાં સહયોગી બનવા સાથે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી જબરદસ્ત દેખાવ કરી ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યુ છે અને ઢેઢી પરીવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.

- text

- text