ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નવયુગ સંકુલનું ધમાકેદાર પ્રદર્શન

- text


મોરબી : ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ કોમર્સ સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. નવયુગ સંકુલ કોમર્સ સ્કૂલની વિદ્યાર્થિની મોરડીયા પ્રાચીએ 99.98 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય નંબર પર તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં નવયુગ સંકુલનાં સુરાણી રુદ્ર અને સંઘાણી સ્મિતે પણ A1 ગ્રેડ મેળવ્યો છે. આમ કુલ 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેમજ 17 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું, નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. શ્રેષ્ઠ પરિણામ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી.ડી. કાંજીયા, રંજનબેન, ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ નવયુગ પરિવાર દ્વારા કોમર્સના વિદ્યાર્થીઓ, સ્કૂલના પ્રિન્સિપાલ વરમોરા તેમજ સમગ્ર કોમર્સ ટીમને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text