વાંકાનેરના કોઠી આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરાઈ

- text


વાંકાનેર: આજ રોજ 31 મે ને વિશ્વ તમાકુ દિવસ નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠીમાં વિશ્વ તમાકુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા અધિકારી ડો. કવીતા દવે અને જિલ્લા અધિકારી ડો. ડી.વી.બાવરા, અને જિલ્લા તમાકુ સેલના સ્ટાફ તેહાન શેરસીયા તેમજ પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો. સાહિસ્તા કડિવારના માર્ગદર્શન હેઠળ વિવિધ જગ્યાએ તમાકુની નુકસાની અંગે જન જાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને લોકો માટે તમાકુથી થતા રોગ અંગે જનજાગૃતિ આવે તે માટે ચિત્ર સ્પર્ધા, પત્રીકા વિતરણ, જુથ ચર્ચા તેમજ શપથ ગ્રહણ અને તમાકુથી નુકસાની અંગે કામગીરી કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

- text

- text