મોરબી જીલ્લામાં ટંકારા તાલુકાનો ડંકો વાગ્યો કેન્દ્રનું 88.73 ટકા પરીણામ 

- text


ટંકારાની સરકારી – ગ્રાન્ટેડ શાળાએ ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યું, સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલયનુ 

ટંકારા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023મા લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યનું સરેરાશ 73.27 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબી જિલ્લો 83.34 ટકા પરિણામ આવ્યું છે. મોરબી જિલ્લામાં સૌથી ઊંચું 88.73 ટકા રીઝલ્ટ ટંકારા કેન્દ્રનું જાહેર થયું છે.

આજે જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લામાં કેન્દ્ર વાઇઝ પરિણામ જોઈએ તો, ટંકારા કેન્દ્રનું સૌથી વધુ 88.73 ટકા હળવદ કેન્દ્રનું 86.14 ટકા, મોરબી કેન્દ્રનું 80.74, વાંકાનેરનું 84.82 ટકા પરિણામ આવ્યું છે.

- text

ટંકારા તાલુકાની શાળા વાઇઝ રીઝલ્ટ ઉપર નજર કરી તો સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલય નુ 99.17%, મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલયનુ 87.14% અને એમ.પી.દોશી વિદ્યાલયનુ 82.85% રીઝલ્ટ આવ્યુ છે. આજના પરિણામોએ સાબીત કરી બતાવ્યું છે કે સરળ સહજ દેખાડા કે દંભ વિના અને ખાનગી શાળામાં અભ્યાસ કર્યા વગર પણ સારા ગુણાંક સાથે ઉતિર્ણ થઈ શકાય છે. જેના માટે પૈસાનું પાણી કરવાની જરૂર નથી.

- text